વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી ઝડપી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી.ડી.ભટ્ટ, વી.જી.માલાણી અને LCBની ટીમ તપાસમાં હતી. આ દરમિયાન LCB ટીમને ખાનગી રાહે ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળી હતી કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાનો આરોપી વાંકાનેર બાઉન્ડ્રી ખાતે હાજર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપી ભનુભાઇ ઉર્ફે ખોડુભાઇ બહાદુરભાઇ ગોવાળિયા (ઉંમર વર્ષ 33, ધંધો-ખેતી, રહે. ખટડી, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) ને ઝડપી પાડ્યો હતો.પકડાયેલા આ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન કલમ 65(ઇ), 81, 98(2) તથા BNS કલમ 336(2), 336(3), 340(2) અને MV એક્ટ કલમ 181(1) મુજબ ગુનો નોંધાયેલો હતો અને તે લાંબા સમયથી નાસતો ફરતો હતો. મોરબી LCB ટીમે આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.#Morbi #Wankaner #MorbiPolice #LCBMorbi #CrimeNews #Prohibition #GujaratPolice #MorbiUpdate