મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે આયોજન: વહેલા તે પહેલાના ધોરણે અપાશે રોપામોરબી: મોરબીમાં પર્યાવરણની જાળવણી અને હરિયાળી વધારવાના ઉમદા હેતુ સાથે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મયુર નેચર ક્લબ - મોરબી, વન વિભાગ - મોરબી અને મોરબી અપડેટના સંયુક્ત સહયોગથી આગામી તારીખ 19-07-2026 ને રવિવારના રોજ સવારે 9:00 કલાકે આ વિતરણ શરૂ કરવામાં આવશે.આ રોપા વિતરણ કાર્યક્રમ શનાળા રોડ પર આવેલા રામ ચોક, કબીબી બેકરી પાસે, સંદેશ ઓફિસની નીચે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અને ઘરઆંગણે ઉપયોગી એવા વિવિધ પ્રકારના વૃક્ષો જેવા કે સીતાફળ, જાંબુડા, આમળા, કરંજ, સવન, સરગવો, લીમડો, વડ, પેલ્ટાફોમ, ગોરસ આંબલી અને ખાટી આંબલી સહિતના જુદા-જુદા રોપાઓનું વિતરણ કરવામાં આવશે.આયોજક સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોપાનું વિતરણ 'વહેલા તે પહેલાના ધોરણે' કરવામાં આવશે. આ સાથે જ વધુમાં વધુ લોકો આ અભિયાનનો લાભ લઈ શકે તે માટે એક વ્યક્તિને માત્ર 1 જ રોપો આપવામાં આવશે. મોરબીના તમામ નાગરિકોને આ પર્યાવરણીય કાર્યમાં સહભાગી બનવા અને સમયસર પહોંચીને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #FreeSaplingDistribution #GreenMorbi #Environment #MayurNatureClub #ForestDepartment #Morbi