યુવાને 'મને માફ કરી દેજો' તેવું વોટ્સએપમાં સ્ટેટ્સ મૂકી ફોન બંધ કર્યો, શોધખોળ બાદ મૃતદેહ મળતા તપાસનો ધમધમાટહળવદ : હળવદના ઉમિયા પાર્કમાં રહેતા 25 વર્ષીય દિવ્યાંગ યુવાનનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું છે. હાલ તેના મૃતદેહનું પીએમ કરાવી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, હળવદના ઉમિયા પાર્કમાં રહેતા 25 વર્ષીય હિતેશભાઈ જવેરભાઈ કણજરીયા નામના યુવાને રાત્રે પોતાના વોટ્સએપમાં એક સ્ટેટસ મૂક્યું હતું, જેમાં લખ્યું હતું કે, 'ઓમ શાંતિ મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.' આ સ્ટેટસ મૂક્યા બાદ યુવાને પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.યુવાન મોડી રાત સુધી ઘરે ન પરત ફરતા અને તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. રાત્રે 12 વાગ્યા બાદ પરિવારના સભ્યો દ્વારા તેની અલગ-અલગ જગ્યાએ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ મોરબી ચોકડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલની બ્રાંચમાં એક લાશ તરતી હોવાની માહિતી મળી હતી. પરિવારજનોએ તપાસ કરતા આ લાશ ગુમ થયેલા હિતેશભાઈ કણજરીયાની જ હોવાનું ખૂલ્યું હતું.મૃતક હિતેશભાઈ બે ભાઈઓમાં મોટા હતા. તેઓ દિવ્યાંગ હોવા છતાં ખૂબ જ સારા સ્કેચ આર્ટિસ્ટ હતા અને લોકોના સ્કેચ બનાવવાનું કામ કરતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કેનાલમાંથી લાશને બહાર કાઢી પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ પોલીસે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #Halvad #MorbiNews #HalvadNews #NarmadaCanal #MorbiPolice #CrimeNews