20 જુલાઈથી 66 કેવી વજેપર સબ સ્ટેશનમાંથી નીકળતા રાજનગર, લાતી પ્લોટ, હોસ્પિટલ અને મૂનનગર ફીડર મોરબી સિટી પેટા વિભાગ-1 માંથી નવી બનેલી સિટી પેટા વિભાગ-3 કચેરીના કાર્યક્ષેત્રમાં આવશેમોરબી : મોરબીમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને ગ્રાહકોને ઝડપી સેવા આપવાના હેતુથી પીજીવીસીએલ (PGVCL) દ્વારા કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી તારીખ 20-07-2026 ને સોમવારથી 66 કેવી વજેપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવીના 4 ફીડરો મોરબી શહેર પેટા વિભાગ કચેરી-1 માંથી નવી બનેલ મોરબી શહેર પેટા વિભાગ કચેરી-3 ના કાર્યક્ષેત્રમાં ટ્રાન્સફર કરવામાં આવશે.આ ફેરફાર હેઠળ નીચે મુજબના વિસ્તારો હવેથી મોરબી શહેર-3 પેટા વિભાગ હેઠળ આવશે, જેની તમામ વીજ ગ્રાહકોએ ખાસ નોંધ લેવી.રાજનગર ફીડર હેઠળ આવતા વિસ્તારો* પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ અને પંચાસર રોડ પરની તમામ સોસાયટીઓ* રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, ધરતી પાર્ક* શિવ શક્તિ પ્લાઝા, ઉમિયા શોપિંગ, કિશન પાર્ક, શિવમ હૉલ, આસ્થા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, શ્રીમદ રાજ સોસાયટી, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર* મૂનનગરનો તમામ વિસ્તાર, લાતી પ્લોટની તમામ શેરી તથા મેઇન રોડમૂનનગર ફીડર હેઠળ આવતા વિસ્તારો* નીલકંઠ પાર્ક, ઓમ પાર્કથી પંચાસર રોડ બાજુ નાની કેનાલ વાળો રોડ* સનરાઇઝ પાર્ક, શિવ પાર્ક, કિશન પાર્ક, શ્રીમદરાજ, નિત્યાનંદ સોસાયટી, વૃષભ પાર્ક, સ્વાતિ રેસિડેન્સી* નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર* ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, ધર્મભૂમિ સોસાયટી, યદુનંદન 19 અને 22લાતી પ્લોટ ફીડર હેઠળ આવતા વિસ્તારો* પંચાસર રોડ તથા વાવડી રોડ વચ્ચેની તમામ સોસાયટીઓ* ડીવાઈન પાર્ક, હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી* શ્યામ પાર્ક 1 અને 2, રાધા કૃષ્ણ પાર્ક, ન્યુ જનક નગર 1 અને 2, ગીતા ઓઈલ મીલની આસપાસનો વિસ્તારહોસ્પિટલ ફીડર હેઠળ આવતા વિસ્તારો* મોરબી બાયપાસ રોડ પર ગજાનંદ પેટ્રોલપંપથી વાવડી ચોકડી સુધીનો વિસ્તાર* ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, શિયાળની વાડી, કપૂરીની વાડી, ધર્મનગર સોસાયટી, જનકનગર* સ્વાતી, રામ, નીરવ પાર્ક, ઉમિયા પાર્ક, શ્યામ પાર્ક, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, પ્રજાપતિ પાર્ક, નિસર્ગ રેસિડેન્સી, આશા પાર્ક, આશાપુરા પાર્ક* સરદાર ચેમ્બર, શ્રીજી પાર્ક, ન્યુ શ્રીજી પાર્ક, રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, મહેન્દ્રપરા-14, ખ્વાજા પેલેસ, અયોધ્યા પુરી મેઈન રોડ* જોન્સ નગર, મફતિયાપરા, સાવસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડની આસપાસનો વિસ્તાર, ખારા કૂવા રોડ, સુધારાવાળી શેરી, પારેખ શોપિંગ, ધરતી ટાવર, નવા ડેલા રોડ, નગર દરવાજા આસપાસના શોપિંગ* પરા બજારથી ગાંધી ચોકથી રામ ચોક, તખ્તસિંહજી રોડ, સિવિલ હોસ્પિટલ, જનાના રોડ, સરદાર રોડ* મોરબી મહાનગરપાલિકા ઓફિસ, ટાઉન હોલ, શનાળા રોડ શ્લોક પ્લાઝા, શક્તિ પ્લોટ-6, 10 નો વિસ્તારવીજ ફરિયાદ નોંધાવવા માટેની વિગતઉપરોક્ત વિસ્તારોમાં હવેથી પાવર સપ્લાય બંધ હોય કે અન્ય કોઈ વીજ ફરિયાદ હોય તો ગ્રાહકોએ નીચે દર્શાવેલ નંબર અથવા ફોલ્ટ સેન્ટરનો સંપર્ક કરવો. મોબાઈલ નંબર: 6357303246, લેન્ડલાઈન નંબર: (02822) 230650, રૂબરૂ ફરિયાદ માટે ફોલ્ટ સેન્ટરનું સરનામું: નેહરુ ગેટ ફોલ્ટ સેન્ટર, મોરબી.#MorbiUpdate #MorbiNews #PGVCL #PowerUpdate #MorbiCity #ElectricityBoard #VajeparSubStation #Morbi