17 થી વધુ વૃક્ષો વાવીને યુવાનોએ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યોમોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામમાં યુવાનો દ્વારા પર્યાવરણની જાળવણી અને જાગૃતિ અર્થે તળાવની પાળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે યુવાનોએ 'ઝાડની સંભાળ રાખો, તેઓ તમારી સંભાળ લેશે' ના સૂત્ર સાથે લોકોને પર્યાવરણ પ્રત્યે પ્રેમ રાખવાનો અને જાગૃત થવાનો સુંદર સંદેશ આપ્યો હતો.આ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત તળાવની પાળે 17 થી વધુ જુદા-જુદા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉમદા અને પ્રેરણાદાયી કાર્યમાં ખાખરાળા ગામના યુવાનો સવસેટા રાહુલ ભગવાનભાઇ, વડાવિયા યશ અશોકભાઇ, સવસેટા યુવરાજ ભુપતભાઇ, વડાવિયા ધર્મ જનકભાઇ, સવસેટા પ્રભાત દિનેશભાઈ, સદાતિયા હર્ષ સંજયભાઈ અને સદાતિયા છગનભાઇ અંબારામભાઈ સહિતના મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગામના તળાવને હરિયાળું બનાવવાના યુવાનોના આ ભગીરથ પ્રયાસને ગ્રામજનોએ પણ બિરદાવ્યો છે.#Morbi #Khakhrala #TreePlantation #EnvironmentAwareness #SaveNature #YouthPower #MorbiUpdate