હાઇવે ઓથોરિટીની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખૂલી, ગટરની યોગ્ય સફાઈ ન થતા સર્જાઈ તલાવડા જેવી સ્થિતિમોરબી : મોરબીમાં નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર પાસે અનેક જગ્યાએ રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. આ દ્રશ્યો જોઈને સવાલ ઊભો થાય છે કે શું હાઇવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં સૂતું છે?નેશનલ હાઇવે પર પ્રી-મોન્સુન કામગીરી અંતર્ગત અહીં આવેલી ગટરોની સફાઈ યોગ્ય રીતે કરવામાં ન આવતા આ સ્થિતિ સર્જાઈ છે. યોગ્ય સફાઈના અભાવે રોડ પર પાણીનું તલાવડું ભરાઈ રહ્યું છે અને આ ભરાઈ રહેલા પાણીના કારણે વાહનચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે. સ્થાનિકો અને વાહનચાલકો ઈચ્છી રહ્યા છે કે તંત્ર વહેલી તકે જાગે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.#Morbi #MorbiUpdate #MorbiNews #NationalHighway #WaterLogging #PreMonsoonWork #HighwayAuthority #GujaratNews