અમદાવાદ ખાતે યોજાયેલ સંસ્કૃતોત્સવ 2026માં શાળાના સંચાલક અને શિક્ષકોએ સન્માન સ્વીકાર્યુંમોરબી : મોરબીની જાણીતી સાર્થક વિદ્યામંદિરે શિક્ષણ અને સંસ્કાર સિંચન ક્ષેત્રે ફરી એકવાર અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સાર્થક વિદ્યામંદિરને સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમે 'સંસ્કૃત ગૌરવ સન્માન' પ્રાપ્ત થયું છે. વિશેષ ગર્વની વાત એ છે કે શાળાએ આ સિદ્ધિ સતત 8મી વખત મેળવીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.તારીખ 15 જુલાઈ 2026ના રોજ અમદાવાદની ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) અને સંસ્કૃત ભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે 'સંસ્કૃતોત્સવ 2026' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં દર વર્ષે વિવિધ પ્રકારના સાહિત્ય અને સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર સંસ્થાઓને સન્માનિત કરવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે સંસ્કૃત ગૌરવ પરીક્ષા અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ એનાયત કરવામાં આવ્યો હતો.સાર્થક વિદ્યામંદિર તરફથી આ પ્રતિષ્ઠિત સન્માન સ્વીકારવા માટે શાળાના સંચાલક, સંસ્કૃત વિષયના શિક્ષકો તેમજ વ્યવસ્થાપન ટીમના સદસ્યો વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા. શાળાની આ ઝળહળતી સફળતા અને ભવ્ય સિદ્ધિ બદલ શાળા પરિવારે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ, તેમને પ્રોત્સાહિત કરનાર વાલીઓ તેમજ શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.#MorbiUpdate #SarthakVidyamandir #Morbi #SanskritGauravSanman #EducationNewsMorbi #Sanskrutotsav2026 #Saurashtra #GujaratUniversity #SanskritSahityaAkademi