ખેડૂતો અને સ્થાનિકોએ આંદોલનના સ્થળે જ પારંપરિક રીતે અષાઢી બીજની ઉજવણી કરીમોરબી : જેતપર ગામે ચાલી રહેલી આંદોલન છાવણીમાં અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અનોખો માહોલ જોવા મળ્યો હતો. પોતાની માંગણીઓ મુદ્દે આંદોલન ચલાવી રહેલા લોકોએ લડતની સાથે સાથે પરંપરાને પણ જાળવી રાખીને છાવણી ખાતે જ રાસ-ગરબાનું ભવ્ય આયોજન કર્યું હતું. અષાઢી બીજના પવિત્ર દિવસે જેતપરની આંદોલન છાવણીમાં ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોએ એકસાથે મળીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આ ગરબા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. સતત ચાલી રહેલા સંઘર્ષના માહોલ વચ્ચે પણ લોકોના ચહેરા પર ઉત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.#MorbiUpdate #Jetpar #MorbiNews #AshadhiBij #Garba #KhedutAndolan #GujaratNews8