રાજકોટથી દેશી દારૂ મંગાવીને તેમાં એસન્સ ઉમેરી બોટલમાં ભરી દેવાતો હતો : પોલીસે એક આરોપીની કરી ધરપકડ, અન્યની શોધખોળ શરૂવાંકાનેર : વાંકાનેર શહેરમાં ગાયત્રી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટી નજીક પાંચમાળીયા બિલ્ડિંગમાં વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને દેશી દારૂને ફ્લેવર વાળો બનાવવાની મીની ફેકટરી ઝડપી લીધી છે. પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીની ધરપકડ કરી છે અને આ ગુનામાં સંડોવાયેલા રાજકોટના અન્ય એક સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.પોલીસની રેઇડ અને જપ્ત કરાયેલો મુદ્દામાલવાંકાનેર સીટી પોલીસ મથકના આર્મ એએસઆઇ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા અને તેમની ટીમ 15/07/2026 ના રોજ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પુલ દરવાજા પાસે મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે ગાયત્રી રોડ પર વૃંદાવન સોસાયટી પાસે આવેલા પાંચ માળીયા બિલ્ડીંગમાં તપાસ કરી હતી. બિલ્ડિંગની ઓફિસ અને બીજા માળે આવેલા ફ્લેટમાં તપાસ કરતા પોલીસને દેશી દારૂ, કેમિકલ એસેન્સ (ફ્લેવર) અને તેને પેકિંગ કરવા માટે રાખવામાં આવેલો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 300 એમએલની 250 પ્લાસ્ટિકની બોટલોમાં ભરેલો કુલ 75 લીટર ફ્લેવરવાળો દેશી દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત 15000 થાય છે. આ ઉપરાંત કોફી કલરની ઢાંકણા સહિતની 6390 ખાલી બોટલો ભરેલા 71 કાર્ટુન જેની કિંમત 63900, ગોલ્ડ ઓરેન્જ અને ઇગલ બ્રાન્ડ સ્વિટ ઓરેન્જની કુલ 5 એસેન્સ બોટલ, દારૂ મિક્સ કરવા માટેનું 300 ની કિંમતનું મોટું પ્લાસ્ટિકનું ટબ અને 1000 ની કિંમતની ઢાંકણાવાળી 10 ડોલ મળીને કુલ 80200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આરોપીની ધરપકડ અને પોલીસ તપાસપોલીસે ઘટનાસ્થળેથી ઓફિસનો કબ્જો ધરાવતા આરોપી જીગ્નેશભાઇ હર્ષદભાઇ કારીયા (ઉંમર 38) ને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આ દારૂ બનાવવાનો સામાન અને સામગ્રી રાજકોટના બજરંગવાળી વિસ્તારમાં રહેતા સલીમભાઇ નામના શખ્સે પૂરી પાડી હતી. પોલીસે આ બંને આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ કલમ 65(e) અને 81 મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર મામલે તપાસ વાંકાનેર સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર ચલાવી રહ્યા છે અને ફરાર આરોપી સલીમભાઇને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.#MorbiUpdate #WankanerCrime #MorbiPolice #ProhibitionRaid #GujaratPolice #CrimeNews