ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેરટંકારા : ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. સારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા તાલુકાના વાઘગઢ, ધુનડા, ખાનપર અને નાના ખીજડીયા સહિતના વિસ્તારોમાં વરસાદના જોરદાર ઝાપટા પડ્યા છે. ધોધમાર વરસાદના કારણે ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને શેરીઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ, સારા વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી વહેતા થયા છે અને પાકને જીવતદાન મળતા ખેડૂત પુત્રોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.#MorbiUpdate #Tankara #Monsoon2026 #MorbiNews #HeavyRain #Waghgadh #Dhunda #Khanpar #NanaKhijadiya #Farmers #GujaratWeather