ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છુક યુવાનો માટે રોજગારીની સુવર્ણ તક: યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યોજાશે ઇન્ટરવ્યુમોરબી: રોજગાર વિનિમય કચેરી - મોરબી દ્વારા રોજગાર વાંછુ ઉમેદવારો માટે એક મહત્વના ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને સીધી જ નોકરીની તક પૂરી પાડવાના હેતુથી આગામી તારીખ 18 જુલાઈ 2026 ના રોજ આ રોજગાર મેળો યોજાશે.મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર, આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ રૂબરૂ ઉપસ્થિત રહેશે અને વિનામૂલ્યે યોગ્ય ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે અગાઉથી નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતીમેળામાં સીધા જ ભાગ લઈ શકશે.ભરતીમેળાની મહત્વની માહિતી નીચે મુજબ છે:તારીખ અને સમય: 18/07/2026, સવારે 11:00 કલાકેસ્થળ: યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી.શૈક્ષણિક લાયકાત: નોનમેટ્રીક, SSC, HSC, ITI તથા સ્નાતકઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષસાથે લાવવાના આધાર પુરાવા: શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, આધારકાર્ડ અને બાયોડાટા.નોકરી મેળવવા ઈચ્છુક તમામ લાયકાત ધરાવતા ઉમેદવારોને પોતાના સ્વખર્ચે નિયત તારીખ, સમય અને સ્થળે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અચૂક ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #JobFair #Employment #GujaratNews #RozgarMela #JobsInMorbi #Career #PrivateSectorJobs