બપોરના સમયે વાહનોની કતારો લાગી, સ્કૂલ બસો અને એમ્બ્યુલન્સ પણ ફસાઈમોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર હાલમાં નવા રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વિકાસના આ કામ વચ્ચે યોગ્ય આયોજનના અભાવે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કામગીરીને પગલે રસ્તો સાંકડો બની જતા રોડની બંને બાજુએ લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.આ ટ્રાફિક જામ એટલો વિકટ બન્યો હતો કે તેમાં અનેક સ્કૂલ બસો અને ઈમરજન્સી સેવામાં દોડતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. બપોરના સમયે શાળા છૂટવાના કારણે સ્કૂલ બસો ટ્રાફિકમાં ફસાતા નાના ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા. સ્થાનિકોએ માંગ ઉઠાવી છે કે રવાપર-ઘુનડા રોડનું કામ વહેલાસર પૂર્ણ કરવામાં આવે અને ત્યાં સુધી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવે. #Morbi #MorbiUpdate #TrafficJam #RavaparDhunadaRoad #MorbiNews #Gujarat #TrafficIssue #PublicAwareness