વાલીઓને બેંકના ધક્કા ન ખાવા પડે અને શિષ્યવૃત્તિ સરળતાથી મળે તે હેતુથી શાળામાં જ 100 જેટલા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યામોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે શાળા પરિવાર દ્વારા અનેક લોકોપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સરકાર દ્વારા બાલવાટિકાથી ધોરણ 5 ની વિદ્યાર્થિનીઓ માટે 1650 રૂપિયા અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 1950 રૂપિયા વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા DBT (ડાયરેક્ટ બેનીફીશરી ટ્રાન્સફર) અંતર્ગત સીધી વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા થાય છે.આ પ્રક્રિયા માટે દરેક વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જોકે, ઘણી બેંકો વિદ્યાર્થીઓના ખાતા ખોલવાની ના પાડતી હોય છે, જેના કારણે વાલીઓને પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને બેંકના ધક્કા ખાવા પડે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન ન થાય તે માટે મોરબીના રવાપર રોડ પર નીલકંઠ વિદ્યાલય સામે આવેલ ગુજરાત ગ્રામીણ બેંક (અગાઉની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક) નો સંપર્ક કરવામાં આવ્યો હતો.શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ ડી. વડસોલાએ બેંક મેનેજર સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓના ખાતા ખોલવા માટે શાળામાં કેમ્પ યોજવાની વિનંતી કરી હતી. આ વિનંતી સ્વીકારીને બેંક મેનેજરે ત્રણ કર્મચારીઓને પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં મોકલ્યા હતા. આ કેમ્પમાં સ્થળ પર જ 100 જેટલા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યા હતા.શાળામાં જ કેમ્પ યોજાવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓના સમય અને શક્તિનો બચાવ થયો હતો. બેંકની આ સુંદર અને સરાહનીય કામગીરી બદલ ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #MadhaparwadiSchool #GujaratGraminBank #StudentScholarship #Education #BankCamp