ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ અન્વયે તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયોમોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે બે દિવસ પૂર્વે ગૌમાતા સાથે જાહેરમાં અશ્લીલતા આચરી દુષ્કૃત્ય કરનાર શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવેલ માંગણીને પગલે અંતે મોરબી તાલુકા પોલીસે આરોપીને ઓળખી કાઢી ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે બાપા સીતારામ હોટલ પાસે ખુલ્લી જગ્યામાં ગત તા.14 જુલાઈના રોજ બપોરના સમયે રાજસ્થાનના વતની એવા આરોપી કૈલાસ દોલારામ ગામેતીએ ગૌમાતા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું.સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હોય હિન્દૂ સંગઠનના અગ્રણી સંદીપભાઈ રમેશભાઈ પારજીયાએ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.