મોરબી : મોરબી નિવાસી સ્વ. લક્ષ્મીબેન દેવજીભાઈ ભીમાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભીમાણી પરિવાર દ્વારા મોરબી મુકામે એક ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 17-07-2026 ને શુક્રવારે રાત્રે 8:30 કલાકે વેલકમ પ્રાઈડ, G-803, ક્રિષ્ના સાયન્સ સ્કૂલ સામે, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે યોજાશે.આ સંતવાણી કાર્યક્રમમાં સંતવાણીના સુપ્રસિદ્ધ આરાધક જયંતીભાઈ વ્યાસ (નસીતપરવાળા) તેમજ દયારામ બાપુ (મોરબીવાળા) પોતાની આગવી શૈલીમાં ભજનોની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કરશે. ભીમાણી પરિવાર દ્વારા આ સંતવાણીના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં પધારવા માટે તમામ સ્નેહીજનોને વિશાલભાઈ દેવજીભાઈ ભીમાણી (રીયલ ક્રિકેટ એકેડમી) તથા ભીમાણી પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #Morbi #Santvani #MorbiNews #BhimaniFamily #ReligiousEvent #RavaparRoad #BhajanSandhya #LokSahitya