મોરબી : મોરબી નજીક જેતપર ખાતે અષાઢી બીજ પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે એક શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 16 જુલાઈ ને ગુરૂવારે રાત્રે 9 વાગ્યે અષાઢી બીજના પવિત્ર અવસર પર જેતપરમાં આવેલી ઉપવાસ છાવણી ખાતે ભવ્ય રાસ ગરબા મહોત્સવ યોજાશે.આ રાસ ગરબાના ભવ્ય આયોજનમાં જાણીતા અને લોકપ્રિય કલાકારો નીતિન ગઢવી, કોમલ ચાવડા અને રવિ ગજ્જર પોતાના સુરીલા અવાજ અને અંદાજમાં ગરબાની રમઝટ બોલાવશે અને ખેલૈયાઓને મન મૂકીને ઝૂમવા માટે મજબૂર કરશે. ZB ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત આ મહોત્સવમાં જેતપર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનોને ગરબાની મોજ માણવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #Jetpar #AshadhiBij #RaasGarba #MorbiNews #GarbaNight #NitinGadhvi #KomalChavda #RaviGajjar #ZBEventManagement #CulturalFestival