ચાર આરોપીઓએ યુવકની વાડીએ જઈ છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કર્યોહળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં મોબાઈલ ચોરી અંગે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ પાઇપ, ધોકા અને છરી સહિતના હથિયાર ધારણ કરી યુવકની વાડીએ જઈ બઘડાટી બોલાવી ત્રણ યુવકને ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા ફરિયાદી મેહુલભાઈ દેવશીભાઈ વડેચા ઉ.23 નામના યુવકે આરોપી ફિરોજ ઇશાભાઈ મિયાણા, વિરલ રતિલાલ મિસ્ત્રી, યુવરાજસિંહ ચકુભા દરબાર અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, અગાઉ મેહુલભાઈના ભાઈ રાહુલ સાથે મોબાઈલ ચોરી અંગે આરોપીઓને ઝઘડો થયો હોય જેનો ખાર રાખી આરોપીઓ ફરિયાદીની વાડીએ આવ્યા હતા અને પાઇપ ધોકા તેમજ છરી વડે હુમલો કરી ફરિયાદી મેહુલભાઈ, સાહેદ વિપુલભાઈ તેમજ કમલેશભાઈ પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ચારેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.