મોરબીના ભાજપના નેતાઓ દ્વારા મુખ્યમંત્રીના આભાર કાર્યક્રમ સામે મનોજ પનારાએ વ્યક્ત કર્યો આક્રોશમોરબી : વીજલાઈન વળતરના મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને સરકારનો આભાર માનવામાં આવ્યો હોવાનું જણાવી પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારાએ તેમની સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. મનોજ પનારાએ એક વીડિયો જાહેર કરીને ભાજપના નેતાઓની આ બેવડી નીતિ સામે તીખા સવાલો ઉઠાવ્યા છે. સરકારને પરિપત્ર બહાર પાડવાની ફરજ ખેડૂત આંદોલનને કારણે પડીમનોજ પનારાએ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે મોરબી જિલ્લાના ભાજપના તમામ નેતાઓ અને આગેવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા બદલ સરકારનો આભાર માનવા ગયા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકારને આ પરિપત્ર બહાર પાડવાની ફરજ ખેડૂતોના ઉગ્ર આંદોલનને કારણે પડી છે. જો આભાર માનવાનો જ હોય તો ખેડૂતો માને, પરંતુ ખેડૂતોને તો આ પરિપત્ર જ મંજૂર નથી. સરકારે પહેલા જંત્રીના 4 ગણા આપવાની વાત કરી હતી, પરંતુ આંદોલનના કારણે સરકારને બજાર કિંમતના 2 ગણા આપવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિમાં નેતાઓનો આભાર માનવાનો કોઈ તર્ક જ નથી.10,000 ખેડૂત પરિવારો અને 350 ગ્રામ પંચાયતોનો પરિપત્ર સામે વિરોધતેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હજુ ગઈકાલે જ મોરબી જિલ્લામાં 10,000 થી વધુ ખેડૂત પરિવારોએ રેલી સ્વરૂપે જઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આ પરિપત્ર ખૂબ જ ઉતાવળે બહાર પાડવામાં આવ્યો છે, જેમાં અસંખ્ય ખામીઓ, ત્રુટિઓ અને ભૂલો છે. ખેડૂતોની મુખ્ય માંગણી બજાર કિંમતના 4 ગણા વળતરની હતી, જેનો આ પરિપત્રમાં ક્યાંય સંતોષકારક ઉકેલ નથી. આ પરિપત્ર ખેડૂતોના હિતમાં નહીં પરંતુ કંપનીઓના હિતમાં બનાવવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત, મોરબી અને આજુબાજુના જિલ્લાની અંદાજે 350 જેટલી ગ્રામ પંચાયતોએ ઠરાવ કરીને આ પરિપત્રને નાખંજૂર કર્યો છે.દીકરીઓ, બહેનો અને 20 દિવસના ઉપવાસી નેહુલે કલેક્ટર સમક્ષ રજૂ કરી ખામીઓમનોજ પનારાએ જણાવ્યું કે, કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પરિવારોની દીકરીઓ, વડીલો, બહેનો અને 20 દિવસ સુધી સતત ઉપવાસ કરનાર નેહુલ અમૃતિયાએ પોતે કલેક્ટર સમક્ષ આ પરિપત્રનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને તેમાં રહેલી વહીવટી તેમજ કાનૂની ભૂલો અધિકારીઓ સમક્ષ મૂકી હતી. એક તરફ ખેડૂતો પોતાની જમીન અને હક માટે લડી રહ્યા છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના નેતાઓ ખેડૂતોની અધૂરી માંગણીઓ વચ્ચે સરકારના ગુણગાન ગાઈ રહ્યા છે જે ખેડૂતો સાથે દ્રોહ સમાન છે અને તેનાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. મનોજ પનારાએ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોને વિનંતી કરી છે કે તેઓ ખેડૂતોના પક્ષમાં ઊભા રહે અને ખેડૂતોને નુકસાન થાય તેવું કોઈ પણ પગલું ન ભરે. ખેડૂતોની સંપૂર્ણ માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આવા આભાર પ્રદર્શનો કરવા તે વ્યાજબી નથી.#MorbiUpdate #ManojPanara #FarmerProtest #MorbiNews #GujaratFarmers #BJP #MorbiCollector #NehulAmrutiya #FarmersRights