લીલાપર - નવાગામ રોડ પર મોબાઇલની દુકાનમાં બનેલી ઘટનામોરબી : મોરબી શહેર નજીક લીલાપર - નવાગામ રોડ પર મોબાઇલની દુકાને જઈ રૂપિયા 17 હજારની રકમ ઓનલાઈન મની ટ્રાન્સફર કરાવ્યા બાદ દુકાનદારે પૈસા માંગતા આરોપીએ દુકાનદારને રૂપિયા આપવાને બદલે છરીના ઘા ઝીકી દેતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર - નવાગામ રોડ પર સ્પેનિયા કારખાના સામે આવેલ ગણેશ કોમ્પ્લેક્સમાં ક્રિષ્ના મોબાઈલ એન્ડ ફેશન નામની દુકાન ધરાવતા ફરિયાદી મુરારીકુમાર ભોગેન્દ્ર શર્મા ઉ.24 રહે.વાવડી રોડ,ગાયત્રી નગર, મૂળ રહે.બિહાર વાળાએ આરોપી વિશાલ બાબુભાઇ જોગડીયા રહે. લખધીરનગર વાળાએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીએ ફરિયાદીની દુકાને આવી રૂ.17 હજાર મની ટ્રાન્સફર કરાવતા મુરારીકુમારે મની ટ્રાન્સફર કર્યા બાદ 17 હજાર તેમજ મની ટ્રાન્સફરના રૂ.170 ચાર્જ માંગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને છરીના ઘા ઝીકી દીધા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલોસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.