16 ઓગસ્ટ સુધીમાં અમરેલી ખાતે બ્રાહ્મણ બોર્ડિંગમાં વિગતો મોકલી આપવાની રહેશે: ગોંડલ ભુવનેશ્વરી પીઠના સાનિધ્યમાં યોજાશે કાર્યક્રમમોરબી : સૌરાષ્ટ્ર અને કચ્છના બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ મહાનુભાવોને સન્માનવા માટે આગામી દિવસોમાં ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્વરી પીઠ, ગોંડલના સાનિધ્યમાં 'તેજસ્વીતા અભિવાદન સમારોહ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ અભિવાદન સમારોહમાં માર્ચ 2026 કે ત્યારપછીના પરિણામોમાં SSC, HSC, BA, BCom, BSc, BSc હોમ સાયન્સ, BCA, LLB, MA, MCom, MSc, BAMS, BHMS, DHMS, MBBS, DE, BE, ME, BTech, ફાઇન આર્ટસ તથા જર્નાલિઝમના છેલ્લા વર્ષમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓની માહિતી મંગાવવામાં આવી છે. આ ઉપરાંત, વર્ષ 2025-26માં રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત સરકાર અથવા ભારત સરકાર તરફથી શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ પ્રાપ્ત કરનાર બ્રહ્મ સમાજના મહાનુભાવોને પણ આ મંચ પરથી સન્માનિત કરવામાં આવશે.ટ્રસ્ટની ઉત્કર્ષ યોજના અનુસાર આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની પાછળ પોતાનું નામ, સરનામું તેમજ પોતાનો અને વાલીનો મોબાઈલ નંબર સ્પષ્ટ અક્ષરે લખીને આગામી તારીખ 16/08/2026 સુધીમાં નીચે આપેલા સરનામે વિગતો મોકલી આપવાની રહેશે તેવું સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા તથા ઉપપ્રમુખ છેલભાઈ જોશીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે. માહિતી મોકલવાનું સ્થળડીજી મહેતા (મેનેજિંગ ટ્રસ્ટી)સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ,સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગ, સ્ટેશન રોડ, અમરેલી.મોબાઈલ નંબર: 9428621600#Gondal #Brahmsamaj #StudentFelicitation #Amreli #Saurashtra #Kutch #MorbiUpdate #EducationNews #BrahminCommunity