એક તરફ ખેડૂતોનો વિરોધ, બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા નવા ઠરાવ મુજબ પ્રતિનિધિની નિમણૂક કરવાની કાર્યવાહી તેજમોરબી : વીજલાઈન વળતરને લઈ ખેડૂતો દ્વારા લડત ચલાવામાં આવી રહી છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા નવા ઠરાવની અમલવારી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે. જે મુજબ જગ્યાની બજાર કિંમત નક્કી કરવા MRC કમિટી માત્ર ગામ દીઠ એક પ્રતિનિધિ નિમવા તંત્રએ કાર્યવાહી તેજ કરી છે.મોરબી જિલ્લાના જે ગામમાંથી વીજ લાઈન પસાર થઈ રહી છે, તે ગામના એક પ્રતિનિધિ બનાવવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. હાલ મોરબી જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રે રેવન્યુ મંત્રી અને અન્ય કર્મચારીઓ સાથે મળીને ગામોગામ જાણકારી આપવાનું શરૂ કર્યું છે. જે ખાતેદારોના ખેતરમાંથી વીજ થાંભલો નીકળી રહ્યો છે, તેમને પૂછીને કોઈ એક પ્રતિનિધિ નક્કી કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક તરફ ખેડૂતો દ્વારા આ પરિપત્રનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ, સરકારની સૂચનાઓ થકી વહીવટી તંત્ર પરિપત્રની અમલવારીના કામે વળગી ગયું છે અને પ્રક્રિયા આગળ વધારી રહ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Farmers #PowerLine #MorbiCollector #GujaratNews