રાજકોટની કુવાડવા ચોકડી પાસેથી આરોપીની અટકાયત કરી સીટી બી ડિવિઝન પોલીસને સોંપાયોમોરબી : મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટની કુવાડવા ચોકડી પાસેથી ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુના નંબર 0242/2025 પ્રોહિબિશન કલમ 65(e), 81 મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી હરેશકુમાર રવજીભાઇ ઝાપડીયા (ઉ.વ. 30, રહે. કુવાડવા શીવધારા સોસાયટી રાજકોટ, મૂળ રહે. નાળીયેરી તા. ચોટીલા જિ. સુરેન્દ્રનગર) હાલ કુવાડવા ચોકડી માધવ હોટલ પાસે છે. આ ચોક્કસ હકીકતના આધારે તપાસ કરતા આરોપી ત્યાંથી મળી આવ્યો હતો.પોલીસે આરોપીની અટકાયત કરી મોરબી એલસીબી કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા તેને ઉપરોક્ત ગુનાના કામે પકડવાનો બાકી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો છે. આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોરબી, પીએસઆઇ એલસીબી મોરબી, પીએસઆઇ પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiPolice #LCBMorbi #CrimeNews #ProhibitionAct #MorbiUpdate