મોરબી : મોરબીમાં લાલપર નજીક હાઇવે પર કડના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે ઓથોરિટીની બેદરકારીને કારણે રોડ પર કડ પડી ગઈ છે. રોડ ખોદતાં પડેલી કડના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, હાઇવે પર લાલપર પાસે રોડ તૂટી જવાને કારણે મોટી કડ પડી ગઈ છે. આ કડને કારણે ગત રાત્રે એક ફોર-વ્હીલર (કાર)નો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી અને ચાલકને ઇજા પહોંચી હતી. આ જ સ્થળે અન્ય બે-ત્રણ બાઈક ચાલકો પણ સ્લિપ ખાઈને પડી ગયા હોવાના અહેવાલો છે.સ્થાનિકો અને વાહનચાલકો હાઇવે ઓથોરિટીની આ ગંભીર બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય.#Morbi #MorbiUpdate #MaliyaHighway #Accident #RoadIssue #HighwayAuthority #MorbiNews #GujaratNews