હળવદ : હળવદ - મોરબી હાઇવે પર ચરાડવા ગામમાં ગત તા.13ના રોજ સાંજના સમયે આરજે - 09 -જીએ - 8148 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે પુરપાટ ઝડપે પોતાનો ટ્રક ચલાવી બાઈક નંબર જીજે - 36 - એડી - 1296 લઈને જઈ રહેલા વલમજીભાઈ સોનાગરાને દલવાડી સમાજની વાડી પાસે હડફેટે લઈ હાથમાં ઇજાઓ પહોંચાડી અકસ્માત સર્જ્યા બાદ નાસી ગયો હતો.અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત વલમજીભાઈના પુત્ર ધર્મેશભાઈ સોનાગરા રહે.ગોપાલનગર, ચરાડવા વાળાએ ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.