મોરબી : મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં ચોમાસાની સ્થિતિ ચિંતાજનક છે. મોરબી જિલ્લામાં જુલાઈ મહિનો અડધો વીતી ગયો હોવા છતાં ક્યાંય નોંધનીય વરસાદ પડ્યો નથી. તેવામાં આજે અષાઢી બીજ પૂર્વે બપોરના સમયે મેઘરાજાની પધરામણી થઈ હતી. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજના આ વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોમાં પણ હરખ જોવા મળી રહ્યો છે.