ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ડમ્પરના ટાયર નીચે કચડાયું: ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયોમોરબી : મોરબીની કુબેર ટોકીઝ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના કુબેર ટોકીઝ પાસે એક ડમ્પર ચાલકે એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ડમ્પરના ટાયર નીચે આવી ગયું હતું, જેને કારણે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. #Morbi #MorbiUpdate #Accident #DumperAccident #KuberTalkies #MorbiNews #GujaratNews