વાંકાનેર : વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં આવેલ ચેકડેમમાં ન્હાવા પડેલા મૂળ મહેસાણા જિલ્લાના વતની સિદ્ધરાજ જસવંતસિંહ ઠાકોર ઉ.22 નામનો યુવક ચેકડેમમાં ડૂબી જતાં મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.