મોટી સંખ્યામાં ખેડૂતો જોડાતા પદયાત્રાનો કાફકો અંદાજે 1 કિમિ લાંબો થયોમોરબી : જેતપરની ખેડૂત સમિતિએ આપેલા આહવાનને ઝીલીને ગામે-ગામથી ખેડૂતો મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા છે. આ પદયાત્રામાં હજારો ખેડૂતોની ઉપસ્થિતિને કારણે પદયાત્રાનો કાફલો 1 કિમિ લાંબો થયો છે. જેતપર ગામે વીજલાઈન વળતરના વિરોધમાં શરૂ થયેલ ઉપવાસ આંદોલન પૂર્ણ થયા બાદ ખેડૂત સમિતિએ આંદોલન પાર્ટ-3ની તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત આજે ખેડૂતોની વિશાળ પદયાત્રાનું આયોજન મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે આ પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું. પદયાત્રા અત્યારે મહારાણા પ્રતાપ સર્કલ ક્રોસ કરી ગઈ છે. આ પદયાત્રામાં ગામે-ગામથી હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. ખેડૂતોની વિશાળ હાજરી જોવા મળી રહી છે. વધુમાં નવો પરિપત્ર મંજુર ન હોવા મામલે ખેડુતો ગગનભેદી નારા પણ લગાવી રહ્યા છે.