સાત દિવસ પૂર્વે બનેલી ચોરીની ઘટના અંગે ફરિયાદ નોંધાઇમોરબી : મોરબી જિલ્લામાં તસ્કરો મોકો મળ્યે વીજ વાયરો અને ઇલેક્ટ્રિક મોટરની ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટનામાં સાત દિવસ પૂર્વે મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ રોલેક્સ સ્પ્રે ડાયર નામના કારખાનાને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો કારખાનાની દીવાલ કૂદી ચાલુ ઇલેક્ટ્રિક લાઈનમાંથી અંદાજે 80 મીટર જેટલો કોપર કેબલ કિંમત રૂ.40 હજાર ચોરી કરી જતા કારખાનેદાર અંકુરભાઈ ડાયાભાઇ કગથરા રહે.એસપી રોડ, મોરબી વાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.