મોરબી : મોરબીમાં અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે મોરબી બાયપાસ થી દલવાડી સર્કલ સુધીના રસ્તા પર આવેલી લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. રાત્રિના સમયે લાઈટ બંધ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અંધારપટ હોવાના કારણે અકસ્માતનો ભય પણ ઉભો થાય છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તા પરની લાઇટો ચાલુ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.