લાઈન શિફ્ટિંગ તથા કેબલ ચાર્જિંગને કારણે પાવર કટ: ગ્રાહકોને નોંધ લેવા અનુરોધમોરબી: મોરબીના વિવિધ પેટા વિભાગો હેઠળ આવતીકાલ તારીખ 15-07-2026, બુધવારના રોજ વીજ લાઈનોના મેઇન્ટેનન્સ, લાઇન શિફ્ટિંગ અને અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જિંગની કામગીરી કરવાની હોવાથી અલગ-અલગ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. 1. મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ (સવારે 9:00 થી બપોરના 04:00 વાગ્યા સુધી)અસરગ્રસ્ત વિસ્તારો66 કેવી ભરતનગર સબ સ્ટેશન હેઠળ આવતા ટીંબડી જેજીવાય, અશ્વમેઘ ઇન્ડસ્ટ્રીઝ, ઓએસીસ ઇન્ડસ્ટ્રીઝ તથા ભરતનગર એજી ફીડરોમાં પાવર સપ્લાય બંધ રહેશે. આ ફીડરો હેઠળ આવતા ધરમપુર ગામ, ટીંબડી રોડ પર આવેલ પાટીદાર ટાઉનશીપ, રોડ પરના તમામ કોમ્પ્લેક્ષો તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક (એચ.ટી) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.2. મોરબી શહેર પેટા-02 વિભાગ (સવારે 08:00 થી બપોરે 04:00 વાગ્યા સુધી)અસરગ્રસ્ત વિસ્તારોશ્રદ્ધા ફીડર : 11 કેવી વીજ લાઈનની મેઇન્ટનન્સની કામગીરી માટે શ્રદ્ધા ફીડર હેઠળ આવતા વિસ્તારો જેવા કે શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસાયટી, ફૂલછાબ સોસાયટી વિગેરે તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.3. ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ(સવારે 8:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી)અસરગ્રસ્ત વિસ્તારોભરતનગર સબ સ્ટેશનમાંથી નીકળતા મેક્સવર્લ્ડ તથા પોઝિટિવ ફીડરમાં મેન્ટેનન્સ MVCC ની કામગીરી અર્થે પાવર બંધ રાખવામાં આવશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. 4. મોરબી શહેર-1 પેટા વિભાગ (સવારે 08:30 થી બપોરના 01:30 વાગ્યા સુધી)અસરગ્રસ્ત વિસ્તારોમુનનગર ફીડર : ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ તેમજ લાતી પ્લોટ 2, 3 અને 4 ના એરિયા સહિતના તમામ વીજ ગ્રાહકોનો પાવર સપ્લાય બંધ રહેશે.5. મોરબી શહેર પેટા-02 વિભાગ(સવારે 07:00 થી બપોરે 14:00 વાગ્યા સુધી)ગોપાલ ફીડર: રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક સોસાયટી, ભારત નગર, અરૂણોદય નગર, મોરબી કોર્ટ, તાલુકા સેવા સદન, જનકલ્યાણ નગર, અનંત નગર, સરસ્વતી સોસાયટી, હરી પાર્ક, ગીરીરાજ સોસાયટી, વિકાસ ચેમ્બર, કુળદેવી પાન, કળિયા બોડીંગ વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiNews #MorbiUpdate #PowerCut #PGVCL #Maintenance #PowerOutage #MorbiIndustrial #ElectricityUpdate