દરબારગઢ સ્થિત ખોડીયાર માતાજી મંદિર પાસે કેમ્પનું આયોજન : સતત 15માં વર્ષે 1000 લીટર શરબત અને 1000 લીટર પાણીનું વિતરણ કરાશેમોરબી : આગામી 16 જુલાઈના રોજ મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની એકતાના પ્રતિક સમાન મચ્છુ માતાજી તથા પુનિયા મામાના પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. આ શોભાયાત્રા મહોત્સવમાં મોરબીના રામ વડવાળા ગ્રુપ દ્વારા સેવાકાર્ય કરવામાં આવશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત 15માં વર્ષે મોરબીના રામ વડવાળા ગ્રુપ દ્વારા શોભાયાત્રામાં જોડાતા ભાવિકો માટે 1000 લીટર શરબત અને 1000 લીટર પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.આ સેવા કેમ્પ મોરબીમાં દરબારગઢ સ્થિત ખોડીયાર માતાજી મંદિર પાસે રાખવામાં આવ્યો છે. આ પવિત્ર અવસરે સર્વ મોરબીવાસીઓને કેમ્પમાં પધારી શરબત અને પાણીની સેવાનો લાભ લેવા રામ વડવાળા ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #RamVadwalaGroup #MachhuMataji #PuniyaMama #Shobhayatra #MorbiCity #SocialService