અગાઉ 23 જુલાઈએ યોજાનાર કાર્યક્રમ હવે 22 જુલાઈએ બપોરે 03:30 કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજાશેમોરબી: મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાનારા જુલાઈ-2026 ના ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ની પૂર્વ નિર્ધારિત તારીખ અને સમયમાં અનિવાર્ય વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે.અગાઉ આ કાર્યક્રમ તારીખ 23-07-2026 ના રોજ સવારે 11:00 કલાકે યોજાનાર હતો. પરંતુ, વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા સુધારા મુજબ હવે આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ તારીખ 22-07-2026 ને બુધવારના રોજ બપોરે 03:30 કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવશે.મોરબી જિલ્લાના તમામ અરજદારો અને નાગરિકોને તારીખ અને સમયના આ સુધારાની ખાસ નોંધ લેવા મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #SwagatProgram #MorbiCollector #ScheduleChange #PublicNotice #MorbiAdministration #CitizenGrievance