મોરબી : ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. સૂતેલાં સિંહનાં મુખમાં હરણ જાતે નથી પડતા, ઉઠવું પડે અને પુરુષાર્થ કરવો પડે. જ્યારે કોઈ વિશિષ્ટ બાળક (મનોદિવ્યાંગ બાળક)નો જન્મ થાય છે, ત્યારે સમાજ ઘણીવાર તેના માટે રસ્તા બંધ કરી દે છે અને સહાનુભૂતિમાં જ અટકી જાય છે. પણ મોરબીના વિજયભાઈએ સહાનુભૂતિની જગ્યાએ સંકલ્પને પસંદ કર્યો અને નક્કી કર્યું કે તેમનાં સંતાનોમાં એકમાત્ર પુત્ર જય મર્યાદાઓની દીવાલ તોડીને નવો ઈતિહાસ લખશે. 'Where there is a will, there is a way.'આ સફરની શરૂઆત હિંમતથી થઈ. મોંઘી થેરાપી કે મોટી સંસ્થાઓની રાહ જોવાને બદલે વિજયભાઈએ ઘરેથી જ કામ શરૂ કર્યું. તેમણે રસોડામાંથી મસાલાની બોટલો લીધી, તેમાં દાણા ભર્યા અને જયને ગણતરી, રંગ અને ધીરજ શીખવવાનું શરૂ કર્યું. એ શાંત હિંમત જયની પહેલી શિક્ષક બની. રસોડાનું ટેબલ તેનો પહેલો વર્ગખંડ બન્યું અને જ્યાં સમાજે ના પાડી ત્યાં એક પિતાએ હા કહીને નવો માર્ગ ખોલ્યો. 'Courage doesn't always roar. Sometimes courage is the quiet voice at the end of the day saying, I will try again tomorrow.' પછી આવ્યો પુરુષાર્થનો તબક્કો. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે તારો અધિકાર માત્ર કર્મ પર છે ફળ પર નહીં. જયે આ જ ભાવને જીવ્યો. તેણે સાયકલનું હેન્ડલ પકડ્યું, હાથમાં તિરંગો લઈને દેશનું નામ રોશન કરવાની પ્રતિજ્ઞા કરી. વર્ગખંડની ચાર દિવાલો પછી ડાન્સ, મોડેલિંગ વોક, સ્વિમિંગ અને ડ્રોઈંગના મંચ આવ્યા. દરેક રિહર્સલમાં પરસેવો હતો અને દરેક પતન પછી ફરીથી ઉભા થવાની જીદ હતી. બાજુમાં તાળીઓ પાડનાર પિતા સિવાય બીજું કોઈ નહીં. સંકલ્પસિદ્ધ અને હીંમતવાન પિતાનું અડગ માર્ગદર્શન હતું. આ પુરુષાર્થથી જયે સાબિત કરી દીધું કે નિદાન ભાગ્ય નથી હોતું, ભાગ્ય તો પુરુષાર્થથી બનતું હોય છે. 'Our greatest glory is not in never failing, but in rising every time we fail.' આ બધામાં સૌથી મોટો આધારસ્તંભ માર્ગદર્શનનો હતો. એક પિતા માત્ર સહારો નથી આપતો પણ દીવો બનીને રસ્તો બતાવે છે. કઠીન પહાડી રસ્તા પર પગે ચાલીને અમરનાથ યાત્રા કરી. કેદારનાથમાં દર્શન કરવાનો તેના માટે અલભ્ય અને અલૌકિક અનુભવ હતો. 2025 માં પહેલગામથી બાલટાલ સુધીના દુર્ગમ અને બરફીલા માર્ગે 21 વર્ષ 25 દિવસની ઉંમરે જય ગુજરાતનો પ્રથમ ડાઉન સિન્ડ્રોમ યુવાન બન્યો જેણે આ પવિત્ર યાત્રા પૂર્ણ કરી. બેઝ કેમ્પ હોલી કેવના તંબુ સુધી પહોંચતા દરેક પગલે વિજયભાઈનો હાથ જયના ખભા પર હતો. શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનમ્ એટલે કે શ્રદ્ધા રાખનારને જ્ઞાન અને સિદ્ધિ મળે છે, અને આ શ્રદ્ધા પિતા પુત્ર બંનેમાં અટલ હતી. કઠીન પહાડોની ચઢાઈ પૂર્ણ કરીને કેદારના દર્શન કર્યા, જયે પગલે પગલે અશક્યને હરાવીને આશાનો દીવો જગાવ્યો. ડોક્ટરોની શંકા વચ્ચે બરફીલા શિખરો, માઈનસ વાતાવરણમાં કે જ્યાં ઓક્સિજન લેવલ પણ ઓછું હોય ત્યાં ટ્રેકીંગ કરીને ઇન્ટરનેશનલ બૂક ઓફ રેકોર્ડ્સમાં નામ સુવર્ણ અક્ષરે લખાયું. 'Behind every great child is a parent who believed in him first.'અને છેલ્લે ધીરજે બધાને ફળ આપ્યું. ધીરજસ્ય ફલમ્ મીઠમ્ એટલે કે ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે. વર્ષો સુધી ગણાતા દાણા, ચલાવાતી સાયકલ અને ચઢાતા પહાડ એક દિવસમાં રેકોર્ડ ન બન્યા. ધીરજથી જ છાતી પર ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ આવ્યો, ગળામાં ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સનો મેડલ આવ્યો અને 23 સપ્ટેમ્બર 2025 ના રોજ ઇન્ફ્લુઅન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં રાઇઝિંગ ઇન્ફ્લુઅન્સર તરીકે ટ્રેકિંગમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. 'It always seems impossible until it's done.'આજે જ્યાં પણ કોઈ પ્રવૃત્તિ થાય છે ત્યાં જય હાજર છે કારણ કે વિજયભાઈએ એક વાત સાબિત કરી છે કે મનો દિવ્યાંગ બાળકોને યોગ્ય સપોર્ટ મળે તો તે ચોક્કસ પરિવર્તન લાવી શકે છે. ગીતાના છેલ્લા શ્લોક યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ પ્રમાણે જ્યાં યોગ્ય માર્ગદર્શન અને પુરુષાર્થ હોય ત્યાં જ શ્રી, વિજય અને નીતિ હોય છે. બોટલના દાણાથી શરૂ થયેલી આ કથા હવે હજારો પરિવારો માટે મશાલ બની ગઈ છે અને તેનો સંદેશ એક જ છે કે અશક્ય જેવું કંઈ નથી, બસ જોઈએ હિંમત, પુરુષાર્થ, સાચું માર્ગદર્શન અને અખૂટ ધીરજ. 'Disability is not inability, it is only a different ability.'જેને મનોદિવ્યાંગ કહીએ છીએ તે ‘વિશિષ્ટ બાળક’ કહે છે, અંગ્રેજીમાં ‘Special Child’ કહે છે. ડૉક્ટરનો રિપોર્ટ માત્ર સંભાવના બોલે છે, ભવિષ્યની સહી નથી કરતો. એ શબ્દો સાંભળીને માતાપિતાનાં સપનાં એક ક્ષણ થંભી જાય છે, આંખે અંધારાં છવાય છે. પણ જ્યારે સ્વીકારનો દીવો પ્રગટે છે, ત્યારે એ જ અંધારામાંથી પુરુષાર્થનો પહેલો કિરણ ફૂટે છે. એ બાળક અવધૂત જેવો છે - ઈર્ષ્યા-દ્વેષથી પર, ‘મારા-તારા’ની ગણતરીથી મુક્ત. જાણે કોઈ જીવાત્મા પૂર્વનિર્ધારિત યાત્રા પૂરી કરવા જ આવ્યો હોય એવું શક્ય છે. એની સૌથી મોટી વિશેષતા એની ‘સ્ટોરેજ મેમરી’નો અભાવ હોય છે. આપણે ગઈકાલના ઘા સાચવીને આજે પણ લંગડાઈએ છીએ, પણ એ બાળક માટે વીતેલી ક્ષણ એ જ ક્ષણે વિસર્જિત થઈ જાય છે. એટલે ન સુખનો સંગ્રહ, ન દુઃખનો ભાર. દરેક સવાર એના માટે પહેલી સવાર છે, દરેક હાસ્ય પહેલું હાસ્ય છે. પશુપંખીની માફક નિર્દોષ, નિર્ભાર અને કુદરતી. આપણે એને મર્યાદા કહીએ છીએ, પણ ખરેખર તો એ મુક્તિનું સ્વરૂપ છે. સમાજ ઘણીવાર એના આ ગુણો જોતો જ નથી. ઉપયોગીતાના ત્રાજવે તોલીને કહે છે ‘શું કામનો ?’ અને દરવાજા બંધ કરી દે છે. ‘એનાથી ન થાય’, ‘એ બોજો છે’ - આ કુંઠિત માન્યતાઓ જ સૌથી પહેલો અવરોધ બને છે. પણ જો એ પ્રતિભાને તક મળે, સ્વીકાર મળે, પ્રોત્સાહન મળે, તો બોટલના દાણા ગણતા હાથ પણ એક દિવસ તિરંગો ઊંચો કરી શકે છે. મર્યાદા ત્યારે જ માર્ગ બને છે. અને એ બાળક મોટેભાગે મૌનમાં જીવે છે. વાણી-ભાષા ઓછી હોય, શબ્દો ન હોય, છતાં એની હાજરી જ એક પ્રાર્થના છે. એ મૌન આપણને શીખવે છે કે જીવન જીવવાનો સાચો રાજમાર્ગ ક્ષમામાં છે, ભૂલી જવામાં છે, વર્તમાનમાં જીવવામાં છે. જે દિવસે આપણે 'તું અમારો છે` કહીને અવસર આપીશું, એ દિવસે આ અવધૂત...