સૌરાષ્ટ્ર મીડી અને ઇન્ટરસિટી બસ સેવા શરૂ: મુસાફરો ઓનલાઇન બુકિંગ સાથે ફ્રી Wi-Fi જેવી આધુનિક સુવિધાઓનો લાભ લઈ શકશેમોરબી : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના રાજકોટ ડિવિઝનના મોરબી ડેપો દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા મોરબી અને જામનગર વચ્ચે નવી બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. 'સુવિધાજનક, સલામત અને સમયસર' મુસાફરીના હેતુ સાથે શરૂ થયેલી આ સૌરાષ્ટ્ર મીડી અને ઇન્ટરસિટી બસ મોરબીથી ઉપડીને ટંકારા, ઓટાલા, લતીપુર, ધ્રોલ અને ફલ્લા થઈને જામનગર પહોંચશે.આ રૂટ પર મુસાફરો માટે બે અલગ-અલગ સમયના વિકલ્પો આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ બસ સેવાનો સમય મોરબીથી બપોરે 12:00 વાગ્યે ઉપડવાનો અને જામનગરથી પરત બપોરે 15:15 (3:15) વાગ્યે ઉપડવાનો રહેશે. આ બસ માટે મોરબીથી સવારે 11:30 વાગ્યે અને જામનગરથી બપોરે 14:45 (2:45) વાગ્યે ઓનલાઇન બુકિંગ કરાવી શકાશે. જ્યારે બીજી 'ઇન્ટરસિટી' બસ સેવાનો સમય મોરબીથી સવારે 6:00 વાગ્યે અને જામનગરથી સવારે 9:00 વાગ્યે ઉપડવાનો રહેશે.મુસાફરોની સફરને વધુ આરામદાયક અને આધુનિક બનાવવા માટે આ બસોમાં હાઇટેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં આરામદાયક બેઠકો, સલામત સફર અને સમયના પાલન સાથે ફ્રી Wi-Fi ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી મુસાફરો પોતાની સફર દરમિયાન કનેક્ટેડ રહી શકશે.#Morbi #MorbiUpdate #GSRTC #Jamnagar #BusService #MorbiNews #GujaratNews