કચેરીના પટાંગણમાં ભારે મેદની જામી : ખેડૂતોની નારેબાજીથી આકાશ ગુંજયુંમોરબી : વીજલાઈન વળતરનો નવો પરિપત્ર મંજુર ન હોવાથી ખેડૂતોની આજે વિશાળ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી શરૂ થઈ હતી. જે હાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી છે. જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં ખેડૂતોની અને મહિલાઓની ભારે મેદની જોવા મળી રહી છે. હાલ અહીં ખેડૂતો દ્વારા નારેબાજી કરવામાં આવી રહી છે. હવે ખેડૂતો દ્વારા વીજલાઈનના વળતર મુદે જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવશે. આમ પાર્ટ-3 અંતર્ગત આજે યોજાયેલી વિશાળ પદયાત્રામાં ખેડૂતોની બહોળી ઉપસ્થિતિ આંદોલન હજુ વધુ મજબૂત બનવાના સંકેત આપી રહી છે.