મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર ગત તા.12ના રોજ સવારના સમયે વિરવિદરકા નજીક આવેલ સત્કાર હોટલ પાસે જીજે - 39 - ટીએ - 6068 નંબરના ટ્રક ચાલક રાહુલભાઈ ધારાભાઈ વરચંદ ઉ.24 રહે.રામવાવ, તા.રાપર, કચ્છ વાળાએ પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ચલાવી ડિવાઈડર કૂદાવી સામેથી આવતા ડમ્પર નંબર જીજે - 12 - બીટી - 6666 સાથે અથડાવી દેતા રાહુલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ડમ્પર ચાલકને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા ધારાભાઈ વરચંદ દ્વારા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.