મોરબી : મોરબી તાલુકાના જેતપર પીપળી રોડ પર ગત તા.9ના રોજ બપોરના સમયે જીજે - 36 - એકે - 5145 નંબરનું બાઈક લઈને જઇ રહેલા ડેનિસભાઈ રામજીભાઈ ડેડકીયા રહે.ઉમા રેસિડેન્સી, હળવદ રોડ, આઈટીઆઈ સામે મોરબી, મૂળ રહે.કલાણા, તા.ધોરાજી, જી.રાજકોટ વાળા માનસધામ સોસાયટી નજીક સમતોલન ગુમાવી દેતા ખાડામાં પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃતકના પત્ની રૂમ્પાબેન ડેનિસભાઈ ડેડકિયાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.