MSW માં લઘુત્તમ 70 ટકા, 3 વર્ષનો અનુભવ અને 35 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો કલેકટર કચેરીની ડિઝાસ્ટર શાખામાંથી ફોર્મ મેળવી શકશેમોરબી: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા (જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર) ખાતે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત સમયગાળા માટે ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર (DPO) ની 1 જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણઆ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત તરીકે ઉમેદવારે માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) ની ડિગ્રી લઘુત્તમ 70 ટકા સાથે ઉત્તીર્ણ કરેલી હોવી અનિવાર્ય છે. આ સાથે કમ્પ્યુટરનું જ્ઞાન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડિપ્લોમા તેમજ સરકારી અથવા બિનસરકારી સંસ્થામાં કામગીરીનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને વિશેષ અગ્રિમતા આપવામાં આવશે. તારીખ 10-06-2026 ની સ્થિતિએ ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરાઈ છે અને પસંદગી પામનારને માસિક એકત્રિત ફિક્સ રૂ. 25,000 (રૂ. 20,000 બેઝિક + રૂ. 5,000 ભથ્થું) પગાર મળવાપાત્ર થશે.અરજી કરવાની અને ફોર્મ મેળવવાની રીતરસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 15-07-2026 થી તારીખ 25-07-2026 સુધીમાં ચાલુ કામકાજના દિવસોએ કચેરી સમય દરમિયાન મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખામાંથી નિયત ફોર્મ મેળવી લેવાનું રહેશે. તમામ જરૂરી આધાર-પુરાવાઓની સ્વ-પ્રમાણિત નકલ સાથે સંપૂર્ણ ભરેલું ફોર્મ રૂબરૂ, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા ખાતે મોકલવાનું રહેશે.અરજી સ્વીકારવાની આખરી તારીખ 25-07-2026 સુધીની રહેશે, ત્યારબાદ મળેલી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈ-મેઈલ દ્વારા રૂબરૂ ઈન્ટરવ્યૂની જાણ કરવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા અંગેના તમામ આખરી અધિકારો મોરબી કલેક્ટર હસ્તક રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Recruitment2026 #MorbiCollector #GSDMA #JobVacancy #DisasterManagement #Employment #GujaratJobs