મોરબી : મોરબી મહાનગરપાલિકામાં લાંબા સમયથી ફરજ બજાવતા રોજમદાર સફાઈ કામદારો અને પટ્ટાવાળાઓને કાયમી કરીને કાયમી કર્મચારી તરીકેના પગાર ભથ્થા અને અન્ય લાભો આપવા અંગે અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન દ્વારા મેયરને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરવામાં આવી છે. યુનિયનના કન્વીનર મહેશભાઈ ભીખાભાઈ મકવાણાની આગેવાનીમાં આ આવેદનપત્ર પાઠવીને કામદારોના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા માંગ કરાઈ છે.જૂના સેટઅપ અને વધેલા વિસ્તાર અંગે ચિંતાઆવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મોરબી મહાનગરપાલિકાનું સ્ટાફ સેટઅપ વર્ષો જૂનું છે. મોરબીનો વિસ્તાર અને વસ્તી વધ્યા છે તેમજ નવા વિસ્તારો ભળવાના કારણે સફાઈનો એરિયા વધ્યો છે, છતાં કાયમી કામદારોનું સેટઅપ એટલું જ રહ્યું છે અને અનેક જગ્યાઓ ખાલી છે. માત્ર મિનિમમ વેજ (લઘુત્તમ વેતન) આપીને કામ લેવામાં આવતું હોવાથી સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતનો ભંગ થાય છે અને વાલ્મિકી સમાજને અન્યાય થઈ રહ્યો છે. ઘણા કામદારો વર્ષોથી કામ કરતા હોવાથી અન્ય જગ્યાએ નોકરી માટેની મહત્તમ ઉંમર મર્યાદા પણ વટાવી ચૂક્યા છે.યુનિયનની મુખ્ય 7 માંગણીઓ 1. જુદા-જુદા વોર્ડમાં ફરજ બજાવતા ક્રમ 1 થી 252 સુધીના સફાઈ કામદારો અને પટ્ટાવાળાઓને તેમની દાખલ તારીખથી જ પ્રવર્તમાન પગારગ્રેડ સાથે કાયમી કર્મચારી તરીકેના તમામ લાભો આપવા. 2. ગંભીર બીમારીઓ (જેમ કે ટીબી, કેન્સર, બ્લડ પ્રેશર, કિડની, લીવર, બાયપાસ સર્જરી) માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો અથવા મોરબી મહાનગરપાલિકા દ્વારા કેશલેસ સારવારની વ્યવસ્થા કરવી. 3. સરકારી ધોરણે ભરપગારી રજા અને બીમારીની રજાઓ મંજૂર કરવી. 4. રોજમદાર કામદારોને દરરોજ સફાઈ કરવાની થતી હોવાથી વર્ષની પરચુરણ રજાઓ અને તહેવારોની જાહેર રજાઓ ભરપગારી રજા તરીકે આપવી. 5. અન્ય મહાનગરપાલિકાની જેમ કાયમી પત્રકના ધોરણ મુજબ પગાર ગ્રેડ, મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું, મેડિકલ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તેમજ જોખમી કામગીરી બદલ ખાસ હેઝાર્ડ એલાઉન્સ ચૂકવવું. 6. સરકારી કર્મચારીઓની જેમ ફેસ્ટિવલ એડવાન્સ અને અનાજ માટે ફૂડ એડવાન્સ આપવું અને વ્યાજ વગર 10 સરખા માસિક હપ્તામાં પગારમાંથી કપાત કરવી. 7. સફાઈ કામદારો પૈકી જે કર્મચારીઓનું નિવૃત્તિ પહેલા ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય, તેમના સીધી લીટીના વારસદારોને નિયમો અને ગાઈડલાઈન મુજબ રહેમરાહે નોકરી આપવી.#Morbi #MorbiNews #MorbiUpdate #SafaiKamdar #KantilalAmrutiya #Mahanagarpalika #LaborUnion #Demands #GujaratGovernment #ValmikiSamaj