કોર્પોરેટરોને MWUDA અંગે અપાઈ સંપૂર્ણ માહિતી : કોર્પોરેટરો તરફથી મળેલા સૂચનો કલેકટર સમક્ષ મુકાશે મોરબી : મોરબી વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથીરિટી (MWUDA) દ્વારા ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. આ કામગીરીના અનુસંધાને મોરબી મહાપાલિકામાં ગઈકાલે તમામ 52 કોર્પોરેટરો અને મેયર સાથે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.સળંગ 2 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સર્વે એજન્સી દ્વારા પ્રાથમિક ડીપી પ્લાનની વિગતો, MWUDA અંતર્ગત આવતા વિસ્તારો અને રોડ-રસ્તા અંગેની માહિતી 52 કોર્પોરેટરોને આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીના જણાવ્યા મુજબ, નવા બની રહેલા ડીપી પ્લાન અંગે જો કોઈ કોર્પોરેટર અથવા પદાધિકારી પોતાના સૂચનો આપવા માંગતા હોય તો તેમને 24 કલાકની અંદર કમિશનરને લેખિતમાં જાણ કરવા જણાવાયું છે. આ મળેલા સૂચનો કલેક્ટર (MWUDA અધ્યક્ષ) સમક્ષ રજૂ કરવામાં આવશે અને જો યોગ્ય લાગશે તો પ્લાનમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે.નોંધનીય છે કે, MWUDAની રચના થયાને આશરે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. સામાન્ય રીતે 1 વર્ષની અંદર ડીપી પ્લાન બની જવો જોઈએ, પરંતુ હજુ પણ ફાઇનલ ડીપી તૈયાર કરવાની કામગીરી બાકી હોવાથી આ પ્રોજેક્ટ ડીલે થઈ રહ્યો છે.#MorbiUpdate #Morbi #MorbiMunicipalCorporation #MUDA #MorbiNews #GujaratNews #MorbiDevelopmentPlan