વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વીડી જાંબુડીયા ગામની સીમમાં ખાંભાવાળી ધાર વિસ્તારમાં દરોડા પાડીને જાહેરમા જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડ્યા છે.મળતી માહિતી મુજબ પેટ્રોલિંગ દરમિયાન વીડી જાંબુડીયા ગામની સીમમાં વિશાલભાઈ રાણાભાઈ કાંજીયાની વાડી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ રૂ. 1,05,000 અને 52 ગંજીપાના કબજે કર્યા છે. તેમજ 5 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપીઓ • વિશાલભાઈ રાણાભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા) • હમીરભાઈ હિરાભાઈ ગમારા (રહે. પંલાસ) • જગમાલભાઈ રણછોડભાઈ શેટાણીયા (રહે. વીડી જાંબુડીયા) • વિપુલભાઈ ગોરધનભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા) • દસરથભાઈ દિનેશભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા)#Morbi #Wankaner #PoliceAction #CrimeNews #GamblingRaid #MorbiUpdate