ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને શૈક્ષિક મહાસંઘના પ્રયાસો રંગ લાવ્યાટંકારા : ટંકારાની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મોટી રાહત મળી છે. શિક્ષકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તક્ષેપથી આ આદેશ આપવામાં આવ્યો છે.શિક્ષણ કાર્યમાં પડતી મુશ્કેલીઓનો ઉકેલસરકારી શિક્ષકો છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે ડોર-ટુ-ડોર મતદાર યાદી સુધારણા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વસ્તી ગણતરી જેવી કામગીરીમાં વ્યસ્ત હતા. આ કામગીરીઓ વચ્ચે ટંકારા તાલુકાના શિક્ષકોને ફ્લડ કંટ્રોલની ફરજ પણ સોંપવામાં આવતા શિક્ષણ કાર્ય પર વિપરીત અસર પડતી હતી.મહાસંઘની રજૂઆત બાદ નિર્ણયઆ સમસ્યાના ઉકેલ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે મામલતદાર કચેરી, ટંકારા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે.આ નિર્ણય બદલ શૈક્ષિક મહાસંઘની ટીમ દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેસરિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.#Morbi #Tankara #Education #TeacherRelief #DurlabhjibhaiDethariya #MorbiUpdate #NewsAlert