તળાવ ઓવરફ્લો થતાં 3000 વીઘા જમીનમાં પાક નુકસાની અને ધોવાણ અટકાવવા તાલુકા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ ગઢિયાએ સિંચાઈ વિભાગને લખ્યો પત્રમાળિયા (મિયાણા): માળિયા તાલુકાના મોટાભેલા ગામના ખેડૂતોની જમીન અને તૈયાર પાકને નુકસાન થતું બચાવવા માટે માળિયા તાલુકા પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઈ મહાદેવભાઈ ગઢિયા દ્વારા મોરબી જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને પત્ર લખીને તળાવના પાણીના નિકાલની વ્યવસ્થા બદલવા માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોટાભેલા ગામમાં આવેલા તળાવ નંબર 2 માંથી હાલમાં જે પાણીનો નિકાલ થઈ રહ્યો છે, તેના કારણે ખેડૂતોની આશરે 3000 વીઘા જમીનમાં પાણી ફરી વળે છે. જ્યારે પણ તળાવ ઓવરફ્લો થાય છે ત્યારે ખેડૂતોનો તૈયાર પાક બગડી જાય છે અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે. આ ઉપરાંત ખેતીની જમીનનું મોટા પાયે ધોવાણ પણ થાય છે.ખેડૂતોની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મોટાભેલા તળાવ નંબર 1 નાથુરીયા દાદા પાસેથી નાનાભેલા વોકળામાં પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ વોકળાનું અંતર આશરે 1 કિલોમીટર જેટલું છે. જો તળાવના પાણીના નિકાલનો માર્ગ બદલીને આ વોકળા તરફ કરવામાં આવે તો ગામના ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી ન પડે અને જમીનનું ધોવાણ પણ અટકી શકે તેમ છે.#Morbi #Maliya #FarmersIssue #MorbiDistPanchayat #Agriculture #MorbiNews #MorbiUpdate