તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ, અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીંમોરબી: મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના માર્ગ પર છેલ્લા 8 દિવસથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગ પર અંધારપટના કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે.સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવા અંગે સ્થાનિક કોર્પોરેટરને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મેયરને આ બાબતે ફોન કરી રજૂઆત કરી હતી ત્યારે તેમણે રવિવાર હોવાનું કહી રજૂઆતને ગંભીરતાથી લીધી નહીં. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણી વખતે મતો લેવા માટે નીકળ્યા હોય ત્યારે કોઈ રવિવાર હોતો નથી, પણ જ્યારે જનતાના કામ કરવાની વાત આવે ત્યારે જ તંત્રને રવિવારની રજા યાદ આવે છે.સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. મહાનગરપાલિકાના સત્તાધીશો માત્ર પગાર અને ભથ્થાં લેવા માટે જ છે કે પછી જનસુવિધા માટે? તેવા પ્રશ્નો લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #StreetLightIssue #PublicProblems #MorbiNews #Gujarat #Infrastructure