ખોદાણ બાદ માત્ર માટી નાખીને સંતોષ માની લેવામાં આવતા રોડ બિસ્માર બન્યો: સ્થાનિકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીમોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. સંજરી પાન પાસે હનુમાનજી મંદિર નજીક પંદર દિવસ પહેલા ખોદાણ બાદ રોડનું યોગ્ય રીતે સમારકામ ન કરવામાં આવતા રસ્તાની વચ્ચે એક મસમોટો ખાડો પડી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક ઇકબાલભાઇ સુમરાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, વીસીપરા વિસ્તારમાં તાજેતરમાં રોડ પર ખોદાણ કરવામાં આવ્યું હતું. કામગીરી પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું લેવલિંગ કરવાના બદલે માત્ર જેવી તેવી માટી નાખીને કામ આટોપી લેવામાં આવ્યું હતું. આ બેદરકારીના કારણે હવે મુખ્ય રસ્તા પર જમીન બેસી જતા એક મોટો ખાડો પડી ગયો છે.ખાડાના કારણે વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માત સર્જાવાનો ભય સતત સતાવી રહ્યો છે. આ મુદ્દે સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે ભારે રોષ ઠાલવ્યો છે. સ્થાનિકોની માંગ છે કે સંબંધિત તંત્ર દ્વારા સત્વરે આ ખાડાનું યોગ્ય રીતે પૂરાણ કરી રોડનું રીપેરીંગ કરવામાં આવે જેથી લોકોને પડતી હાલાકી દૂર થાય.#Morbi #MorbiUpdate #VCPara #RoadIssue #CivicIssue #MorbiNews #GujaratNews