30 લાભાર્થીઓને કુલ 8,85,000 રૂપિયાની લોન સહાયનું વિતરણ કરાયું: સમયસર હપ્તા ભરવા અંગે માર્ગદર્શન અપાયુંમોરબી : મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા ભારત સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી સ્વનિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત લાભાર્થીઓને સરળતાથી લોનની રકમ ઉપલબ્ધ થાય તે હેતુસર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાવસર પ્લોટ શાખા ખાતે એક ડિસબર્સમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરમિયાન PM SVANidhi યોજના હેઠળ મંજૂર થયેલા કુલ 30 લાભાર્થીઓને લોન વિતરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં 9 લાભાર્થીઓને રૂ. 15,000 ની લોન, 12 લાભાર્થીઓને રૂ. 25,000 ની લોન અને 9 લાભાર્થીઓને રૂ. 50,000 ની એમ કુલ રૂ. 8,85,000 ની લોન સહાય બેંક મારફત આપવામાં આવી હતી. આ સાથે જ લાભાર્થીઓને યોજનાની વિવિધ સુવિધાઓ, સમયસર હપ્તા ભરવાના લાભો તેમજ આગામી તબક્કાની વધુ રકમની લોન મેળવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાના શાખા અધ્યક્ષ તથા SBI સાવસર પ્લોટ બ્રાંચ મેનેજરના સંયુક્ત પ્રયાસોથી આ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓ, લારી-ગલ્લા ધારકો અને અન્ય પાત્ર લાભાર્થીઓએ હાજરી આપી યોજનાનો લાભ મેળવ્યો હતો. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વધુમાં વધુ પાત્ર ફેરિયાઓ અને નાના વેપારીઓને PM SVANidhi યોજનાનો લાભ મળે અને સ્વરોજગારીને પ્રોત્સાહન મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી નાના વ્યવસાયકારોને આર્થિક મજબૂતી મળી શકે.#Morbi #MorbiUpdate #PMSVANidhi #SBIBank #MorbiMunicipalCorporation #LoanDisbursement #MorbiNews #GujaratNews