હળવદ: હળવદ મામલતદાર કચેરી અને નગરપાલિકા દ્વારા હળવદ શહેરના વૃદ્ધ અને વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ માટે એક ખાસ E-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય લાભાર્થીઓને મામલતદાર કચેરી સુધી લાંબા ન થવું પડે અને તેમને સ્થાનિક કક્ષાએ સુવિધા મળી રહે તે છે.કેમ્પની વિગત અને સમયઆ વિશેષ કેમ્પ તારીખ 13, 14 અને 15 જુલાઈ 2026 દરમિયાન યોજાશે. લાભાર્થીઓ હળવદ નગરપાલિકા બિલ્ડિંગ પાછળ આવેલ સેનેટેશન શાખા, ભવાની મેડિકલ સામેની શેરી, હળવદ ખાતેથી આ સેવાનો લાભ લઈ શકશે.લાભાર્થીઓએ શું સાથે રાખવું?કેમ્પમાં આવતી વખતે લાભાર્થીઓએ નીચે મુજબની વિગતો સાથે લાવવાની રહેશે: • અસલ આધાર કાર્ડ • આધાર સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર • OTP મેળવવા માટે મોબાઈલ સાથે રાખવો અનિવાર્ય છે. હળવદ શહેરના તમામ સંબંધિત લાભાર્થીઓને સમયસર હાજર રહી પોતાની E-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. #Haldvad #MorbiUpdate #EKYC #PensionScheme #GovernmentService #SocialWelfare #HaldvadNews #GujaratGovernment