મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ગત તા.29ના રોજ સવારના સમયે મકનસર નજીક આવેલા એચપી પેટ્રોલપંપ પાસે રસ્તો ઓળંગી રહેલા રાહુલભાઈ નામના યુવકને જીજે - 36 - વી - 9405 નંબરના ડમ્પર ટ્રક ચાલકે હડફેટે લેતા બન્ને પગમાં ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી જતા અકસ્માતનો ભોગ બનેલા રાહુલભાઈના બનેવી રમેશભાઈ જસુભાઇ દાવર રહે.હાલ કાશીબા કંપની, મકનસર મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાએ અકસ્માત સર્જી નાસી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.