મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના લીલાપર રોડ પર ગૌશાળા વાડી નજીક ખડીયા હનુમાનજી મંદિર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી (1) અરવીંદભાઇ દાદુભાઇ બાટી રહે.વજેપર (2) દેવરાજભાઇ બાબુભાઇ છુછીયા રહે.લીલાપર રોડ ખડીયાપરા, મોરબી અને આરોપી (3) ભરતભાઇ રમેશભાઇ બાટી રહે.લીલપર રોડ, ખડીયાવાસ, મોરબી વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.10,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.